Friday 23 March 2012

આપણે સૌ જાણીએ છીએકે, શાળાએ તો વિદ્યાનું પવિત્ર ધામ જેને આપણે વિદ્યાનું મંદિર પણ કહીએ છીએ. જ્યાં શિક્ષણ,સંસ્કૃતિ,સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય છે. શાળામાં સાંસ્કૃતિક અને ઇતર પ્રવૃતિઓ, પરીક્ષાનું આયોજન, ઉત્સવ ઉજવણી, શૈક્ષણિક પ્રવાસના આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. શાળાએ એકજ પરિવાર છે એવી ભાવનાને જાગૃત કરે તેવા શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સેતુ સમાન છે.શાળાએ પરંપરાગત પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે-સાથે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુક્તિના અભિગમના ઉપયોગની શરૂઆત કરી દીધી છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો દ્વારા જ થાય છે. અમારી શાળાના શિક્ષકો આ સમગ્ર જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે.આજના શિક્ષણમાં સાધનો વધ્યા છે.ભણવવાની ટેકનિકો વધી છે. ભણાવનારાઓની સંખ્યા વધી છે. અભ્યાસક્રમોની સંખ્યા પણ વૃધ્ધિ પામી છે.પંરતુ...આમ છતાં સાચું શિક્ષણ જાણે કે ખોવાઇ ગયુ છે. ત્યારે એક સાચો શિક્ષક પોતાનાં વિદ્યાર્થીને તેમની ઉંમર પ્રમાણે શિક્ષણ સાથે માર્ગદર્શન આપીને જીવન માટે તૈયાર કરે છે. આજના આપણા નિષ્ઠાવાન શિક્ષકો પોતાનાં બાળકોને માનવીય મુલ્યો અને જીવનના આદર્શ પૂરા પાડે એ પણ આજના પ્રવર્તમાન યુગમાં એટલુ જ જરૂરી છે


ધ્યેય કથન


બાળકોને જિજ્ઞાસુ-ક્રિયાત્મક,સર્જનશીલ અને સમજૂ,વ્યવહારુ કુશળ- ગુરૂજીઓ તેમજ સમાજના અન્ય વડીલોને સન્માન આપતા તથા આત્મવિશ્વાસુ બનાવવાએ અમારો મુખ્ય ધ્યેય છે.


દ્રષ્ટિ કથન


બાળકોને સર્જનશીલ અને ક્રિયાત્મક,સમજી અને વડીલોને સન્માન આપતા તથા આત્મવિશ્વાસુ બનાવવા એ અમારો મુખ્ય ધ્યેય છે.
પોતાનુ તેમજ બીજા લોકોનું સન્માન કરવું.
સમાજમાં થતાં ઝડપી સુધારાને અપનાવી તેમાં ભાગીદાર બનવું.
નવી પધ્ધતિઓ તેમજ ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં અમલ કરવું.
નકકી કરેલ ધ્યેયને પ્રાપ્ત કરવા સરકારશ્રી અને સ્વૈચ્છિતાથી શીખવાની નીતિ અપનાવવી.
દરેક પરિસ્થિતનો હલ શોધવા માટે મુશ્કેલી નિરાકરણની પધ્ધતિ અપનાવવી.
સંદેશા વ્યવહાર યોગ્ય રીતે કરવું.

 
".
Design by chetan build site with us | Bloggerized by chetan patel -