Saturday 24 March 2012

શાળા વિશે....


અમારી શાળા જેતપર વિસ્તારની સર્વશ્રેષ્ઠ પરિણામ ધરાવતી શાળા છે.આદર્શ શાળા એટલે જ્યાં સારા સંસ્કાર,શિસ્ત ,અને સંયમનો સમન્વય હોય.આ તમામ વસ્તુ અમારી શાળાએ શાળાના આચર્યશ્રી તથા તેમના અનુયાયી(શિક્ષકગણ) દ્વારા પ્રાપ્ત કરેલ છે.અમારા વિદ્યાર્થીઓએ  આ શાળાને જીલ્લા,તાલુકા કક્ષાએ ખુબ જ ગૌરવ અપાવ્યું છે.ગૌરવ એને કહેવાય કે જેના દ્વારા શાળાની ઓળખ થતી થાય અને આજ ઓળખ અમારી  શાળાના વિદ્યાર્થીઓએ અને વાલીગણે  ઉભી કરેલ છે.આ શાળામાંથી નિયમિત અભ્યાસ કરી સારી જગ્યાએ પ્રવેશ અને નોકરી મેળવીને  એક મણકાની માળા બનીને,એક પુષ્પરૂપી સુવાસ ફેલાવીને આ શાળાની ઓળખ છતી કરી છે.અમારી શાળામાં વિદ્યાર્થી પોતાના ઘરને  પણ ભૂલી જાય છે.આનું કારણ માત્ર અમારી શાળાના સારા સંસ્કાર અને સારું શિક્ષણ. 
શાળામાં પ્રકૃતિમય વાતાવરણ ઉભું કરવા શાળાના પ્રવેશદ્વારથી જ અમારી શાળાના સુંદર અને આકર્ષિત બગીચાની શરૂવાત થાય છે.એજ અમારી પારદર્શકતા છે.અમારી શાળાનું મુખ્ય ધ્યેય સારા શિક્ષણની સાથે સારા નાગરિક નિર્માણ કરવાનું છે.

 
".
Design by chetan build site with us | Bloggerized by chetan patel -